ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ એચ રાઉલજી ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે પો.ઇન્સ. એચ.એચ.રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૧૦૮૨૨/૨૦૨૧ પ્રોહી ક્લમ ૬૫ એ , ૯૮ (૨), ૮૧, ૮૩ ગુનાઓમાં પકડવાનો બાકી આરોપી નરવતભાઇ ઉર્ફે નરેશભાઇ ખુલસીંગભાઇ રાઠવા રહે ચીસાડીયા પટેલ ફળીયું તા જી.છોટાઉદેપુર નાનો પોતાના ઘરે હાજર હોય તેવી મળેલ હકીકત આધારે ઇન્ચા. પો.ઇન્સ. એચ.એચ. રાઉલજી એ તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો બાતમી હકીકત મુજબ આરોપીના ઘરે છાપો મારતા આરોપીને પકડી પાડી પુછપરછ કરતા પોતે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૧૦૮૨૨, ૨૦૨૧ પ્રોહી – કલમ ૬૫ એ ઇ, ૯૮(૨), ૮૧, ૮૩ મુજબનો ગુનો કરી નાસતો ફરતો હોવાની કબુલાત કરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


