ધર્મેન્દ્ર શર્મા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે એ.વી.કાટકડ, નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ પો.સ.ઇ. એ.એસ સરવૈયા તથા સ્ટાફ દ્વારા મોરખલા ગામના નર્મદા કેનાલના બ્રિજ પાસેથી બાતમી હકીકત આધારે કિં.રૂ.૩,૧૧,૧૦૦/- ના વિદેશી દારૂના મુદામાલ સાથે આઇસર ટેમ્પો નંબર GJ-16-X-6681ની પકડી પાડેલ છે. જે આઇસર ટેમ્પોની કિં.રૂ.૪,૫૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૭,૬૧,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


