Gujarat

સુરેન્દ્રનગરના વખતપર પાસે કૂતરું વચ્ચે આવતા ૧ મહિલાનું મોત

સુરેન્દ્રનગર
ગુજરાતમાં રખડતાં ઢોરના આતંકમાં ઘણા અકસ્માત થયા અને એમાં ઘણા લોકોના મોત થયા અને ઘણા લોકો ઘવાયાના સમાચાર તમે સાંભળ્યા હશે પણ છેલ્લા ઘણા સમયથી રખડતા કુતરાના ત્રાસ પણ વધી ગયો છે જેના લીધે ઘણા અકસ્માત થતા રહે છે અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વખતપર પાસે બાઇક આડે કુતરું ઉતરતા બાઇક સ્લીપ થઇ નીચે ઉતરી ગઇ હતી. જેથી બાઇક સવાર મહીલાને ગંભીર ઇજા પહોંચતા સુરેન્દ્રનગર સીવીલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને ફોરેન્સીક પીએમ માટે મૃતદેહને રાજકોટ સીવીલ ખાતે ખસેડાયો હતો. આ બનાવની વધુ વિગત અનુસાર સાયલાના હડાળા ગામે રહેતા કેશુભાઇ મદરાણીયા તેમની પત્ની જશુબેન સાથે બાઇકમાં ધંધુકાના ચંદરવા ગામ તરફ જઇ રહ્યા હતા. ત્યારે વખતપરના હાઉસીંગ બોર્ડ પાસે પહોંચતા બાઇક આડે કુતરું ઉતરતા સ્લીપ થઇ રોડ નીચે ઉતરી ગઇ હતી. જેમાં જશુબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં પ્રથમ સાયલા અને બાદમાં સુરેન્દ્રનગર સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયાં તેમનું મોત થયું હતું. આ અકસ્માતના બનાવિ અંગે જાણ થતા સુરેન્દ્રનગર પોલીસ સીવીલે દોડી ગઇ હતી અને કાગળો કરી વધુ તપાસ માટે મૃતદેહને ફોરેન્સીક પીએમમાં રાજકોટ સીવીલે ખસેડાયો હતો. વધુ માહિતી મુજબ મૃતક જશુબેનના ભાણેજની પત્નીના શ્રીમંત પ્રસંગે ધંધુકાના ચંદરવા ગામે જતા હતા ત્યારે દુર્ઘટના ઘટી હતી. તેમજ તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમને માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *