શ્રી અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. (ગાંજો, અફીણ, હેરોઇન, એમ.ડી.) વિગેરેના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગે.કા.વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ
જે અનુસંધાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અમરેલી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી શહેર વિસ્તારમાં રહેતો ઇરફાન ઉર્ફે જીગો અબુશા ઓઠા રહે.અમરેલી મોટા કસ્બાવાડ, તા.જી.અમરેલીવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી*
(૧) ઇરફાન ઉર્ફે જીગો અબુશા ઇસ્માઇલભાઇ ઓઠા ઉવ.૩૨ ધંધો-ડ્રાઇવિંગ રહે.અમરેલી, જુમા મસ્જીદ, મોટા કસ્બાવાડ, ગુંદીયા ચોરા પાસે, તા.જિ.અમરેલી,
*કબ્જે કરેલ મુદ્દામાલ*
મજકુર પકડાયેલ ઈસમ ગે.કા. રીતે પોતાનાં કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાને (૧) ગાંજો ૧ કીલો ૨૩૫ ગ્રામ, કિ.રૂા.૧૨,૩૫૦/- તથા (૨) એક ઇલેકટ્રોનિક વજન કાંટો કિ.ગ.૫૦૦/- તથા (૩) એક મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/ મળી કુલ કિ.રૂા.૨૭,૮૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે અમરેલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ.,શ્રી ડી.વી.પ્રસાદ બગસરા પો.સ્ટે., તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


