Gujarat

વંથલી -જૂનાગઢ હાઈવે પર મસ મોટા ગાબડાં પડતા રાહદારીઓ પરેશાન….

મોતના ખાડાઓથી સાવધાન…..
તંત્ર જાણે કોઈ મોટી દુઘર્ટના સર્જાવવાની રાહ જોઇ છે.કે શું?તેવા અનેક સવાલો
જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર અનેક વખત અકસ્માતો સર્જાવાના બનાવો છાશવારે સામે આવે છે.જૂનાગઢ થી કેશોદ સુધી વાહનચાલકો ડાયવર્ઝનો થી તો ત્રાહિમામ પોકારી ઊઠયા જ છે.આ અધૂરા રસ્તાના કામોને કારણે આ હાઈવે પર અનેક વખત માસુમ લોકો અકસ્માતોને કારણે મોતના મુખમાં ધકેલાયા છે.ત્યારે હજુ રોડ રસ્તા નો પ્રશ્ન હળહળ તો રાહદારીઓને સતાવી રહ્યો છે.ત્યાં તો વંથલી થી જૂનાગઢ તરફ જતા હાઇવે પર મસ મોટા ગાબડાં પડી ગયા છે. રાત્રિ દરમિયાન અંધારામાં પસાર થતાં રાહદારીઓનો આ ખાડાઓ જીવ લઈ શકે છે.છેલ્લા બે માસથી રાહદારીઓ આ હાલાકીનો સામનો કરી ને ત્રાહિમામ પોકારી ઊઠયા છે.કરોડો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઇવે ઓથોરીટી પણ આ બાબતે આંખ મીંચામણાં કરી રહી છે.શું તંત્ર દ્વારા કોઈ મોટી દુઘર્ટના સર્જાયા બાદ જ આ મોતના ખાડા બુરવામાં આવશે કે શું?તેવા અનેક સવાલો રાહદારીઓને સતાવી રહ્યા છે.હાલ તો રાહદારીઓ આ બાબતને લઈ તંત્ર સામે ક્યાંક ને ક્યાંક ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.હવે જોવું એ રહ્યું કે આવનાર દિવસોમાં તંત્ર આ મોતના ખાડાઓ બુરશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે…..
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20220710-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *