તાજેતરમાં જમ્મુ કાશ્મીર સ્થિત આસ્થા કેન્દ્ર અમરનાથની યાત્રા ચાલુ છે. અમરનાથ ખાતે વાદળ ફાટવાની ઘટના બની હોવાથી છોટાઉદેપુર જિલ્લામાંથી જો કોઇ યાત્રિકો અમરનાથ યાત્રાએ ગયા હોય તો તેવા યાત્રિકો અને તેમના કુંટુંબીજનો સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તરફથી અનુરોધ કરાયો છે.
હિન્દુઓના પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શનાર્થે દેશના લાખો ભાવિકો જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી અમરનાથની ગુફામાં સ્વયંભૂ બનતા બરફના શિવલિંગના દર્શન કરવા માટે જાય છે. તાજેતરમાં અમરનાથ ગુફાની નજીકમાં જ વાદળ ફાટવાની ઘટના બની છે. જેના કારણે છોટાઉદેપુરમાંથી જો કોઇ યાત્રાળુ અમરનાથ ખાતે બાબા બર્ફાનીના દર્શનાર્થે ગયા હોય તો યાત્રિકો પોતે અથવા તેમના કુંટુંબીજનો મદદ માટે જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરી શકે છે.
જિલ્લા કલેકટર તરફથી મળેલી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાંથી જે લોકો અમરનાથ યાત્રા દરમિયાન ફસાયેલા હોય તેઓએ સહાયતા માટે જિલ્લા કંટ્રોલરૂમના સંપર્ક ૦૨૬૬૯-૨૩૩૦૨૧, ૦૨૬૬૯-૨૩૨૦૧૨, ૦૨૬૬૯-૧૦૭૭,(ટોલ ફ્રિ. નંબર) અને મોબાઇલ નંબર ૬૩૫૨૭ ૫૧૭૨૭ યાત્રિકો અથવા તેમના કુંટુંબીજનોને સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
