Gujarat

ધોરાજી પાસે ભાદર-2 ડેમ છલોછલ, 37 ગામને એલર્ટ કરવામાં આવ્યા  તંત્રનાં એલર્ટ જાહેર કરવા છતાં લોકોએ ડેમના પટમાં માણી ન્હાવાની મજા:એલર્ટ તંત્ર ઘોર નિંદ્રામાં

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર યથાવત છે. ત્યારે ધોરાજી પાસે આવેલો ભાદર 2 ડેમ છલોછલ થઈ ગયો છે. જુલાઈ માસના રૂરલ લેવલ મુજબ ડેમ 100 ટકા ભરાઇ ગયો તેવું સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ડેમમાં વધુ પાણીની આવક થશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું પણ ડેમ સાઈટ તરફથી જણાવવામાં આવ્યું છે. આથી ડેમ હેઠળ આવતા 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોએ નદીના પટમાં ન જવું તેમજ નદી કાંઠાના ગામના લોકોને સર્તક રહેવા માટે ડેમ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.
ભાદર-2 ડેમ છલોછલ થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદરના 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ધોરાજીના ભોળા, ભોલગામડા, છાડવાવદર અને સુપેડી ગામનો સમાવેશ થાય છે. ઉપલેટાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા અને ઉપલેટા ગામનો સમાવેશ થાય છે. માણાવદરના વેકરી, ચીખલોદરા, બિલડી અને વાડાસડા ગામનો સમાવેશ થાય છે. કુતિયાણાના રોધડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર અને છત્રાવા ગામનો સમાવેશ થાય છે. તેમજ પોરબંદરના ગરેજ, ચીકાસ, નવીબંદર અને મિત્રાળા ગામનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે પરતું ડેમની આગળ આવેલ કોઝવે પર સંખ્યાબંધ લોકો સ્વીમીંગમાં જાણે ન્હાતા હોઈ તે રીતે મોજ માણી રહ્યા હતા. તેમજ ઊંચેથી છલાંગ મારીને તટમાં યુવાનો જોવા મળ્યા હતા. આવા તત્વો દ્વારા નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવતો હોવાનુ ચિત્ર ઉપસી આવ્યુ છે. ઉત્સાહના અતીરેકમાં ઘણી વખત દુર સુધી નહાવા માટે જતા રહેવાથી ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે. જેના પગલે વહિવટી તંત્ર ઊંઘતું ઝડપાયું હતું ત્યારે તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Screenshot_20220711-172559__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *