સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિશ્વ જનસંખ્યા દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ સૂત્રાત્મક ચિત્રો દોરી વસ્તી વિસ્ફોટ એ પર્યાવરણ અને પૃથ્વી માટે અભિશાપ રૂપ છે એવો સ્પષ્ટ સંકેત આપ્યો . આમ પણ ભુવા ગામના શિક્ષકગણ અને વિદ્યાર્થીગણ પ્રગતિશીલ વિચારધારાને વરેલા હોય પ્રસંગને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરતાં જોવા મળે છે. જનજાગૃતિ માટે પણ આવા નાનાં નાનાં ભૂલકાઓના આ સૂત્રાત્મક સંદેશ જનજાગૃતિ અભિયાનની પહેલ જ ગણાય.


