વંદે ગુજરાત વિકાસ યાત્રા જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે વાજતે-ગાજતે ગ્રામજનોએ સ્વાગત કરવામાં કર્યું હતું.
આ પ્રસંગે પ્લાસવા ગામે CDPના અનુદાનમાંથી રૂ.૧૪ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયતના ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે પ્લાસવા ગામમાં બનનાર સીસી રોડ અને પેવર બ્લોકના કામની પણ જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત પાતાપુર ગામે રૂપિયા ૬.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળના આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સુપોષણ આહાર માટેની કીટ, વિનામૂલ્યે એસટી બસના પાસ, ખેડૂતોને વીજ જોડાણ સહિતના યોજનાકિયા લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરિભાઈ પરમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની ધગશના કારણે છેવાળાના લોકો સુધી વિકાસના ફળ પહોંચ્યા છે. કોરોના જેવી આપત્તિમાં લોકોને વિનામૂલ્યે અન્નના વિતરણની સાથે જન આરોગ્યના રક્ષણ માટે રસીના ત્રણ-ત્રણ ડોઝ નિ શુલ્ક ઉપલબ્ધ કરાવ્યા છે. ઉપરાંત રાજ્ય સરકારની જનકલ્યાણને વરેલી ત્રણ બસ ૨૬૮ જેટલી યોજનાઓ કાર્યરત છે. તેમ જણાવતા કહ્યું કે ખેડૂતોને સન્માનની સાથે તેમની આવક પણ બમણી થાય તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ લાભ મળી રહ્યો છે. આયુષ્માન કાર્ડ હેઠળ પ્રત્યેક વ્યક્તિને ગંભીર બીમારીમાં પાંચ લાખનો વીમો, ગંગા સ્વરૂપ બહેનોને રૂ. ૧૨૫૦નું પેન્શન સહિતના અનેક જનસેવાના પ્રકલ્પો લોકો સુધી પહોંચાડવામાં કેન્દ્ર -રાજ્ય સરકાર સફળ રહી છે. અંતમાં તેમણે જૂનાગઢ તાલુકામાં ભવિષ્યમાં ૯૧૧ જેટલા આવાસો નિર્માણ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ચાવડાએ પ્રસંગિક સંબોધન કર્યું હતું
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી જયદીપ પટેલ, પશુપાલન અધિકારી શ્રી દુધાત્રા, પ્લાસવા ગામના સરપંચ શ્રીમતી શાંતાબેન સિદપરા સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં ક્લસ્ટર ગામના આગેવાનો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
