Gujarat

ઊનાના કોબ ગામે આખલાના પેટના ભાગે લોખંડનું ભાલુ મારી દેતા મોત.

ઊનાના કોબ ગામમાં અસામાજીક તત્વો દ્રારા રખડતા મુંગા પશુઓ પર હુમલાના બનાવો વધી ગયા હોય તેમ ગામમાં કોઇ અજાણ્યા અસામાજીક તત્વોએ હદ વટાવી ગયા હોય તેમ એક આખલાના પેટમાં ભાલુ મારી દેતા ગંભીર ઇજાગ્રસ્ત આખલો તડફડીયા મારતા અંતે મોત નિપજ્યુ હતું. જોકે આ ઘટનાને પગલે તાત્કાલીક પશુંના ડોક્ટરને જાણ કરતા સ્થળ પર પહોચી આખલાના પેટ માંથી ભાલુને બહાર કાઢવામાં આવ્યુ હતું. ત્યારે આવા તત્વો સામે ગૈપ્રમિ ઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયેલ છે. આ બનાવ અંગેની જાણ નવાબંદર મરીન પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયેલ અને આવા તત્વોને પકડી પાડવા તપાસની તજવિજ હાથ ધરેલ. આમ પશુંઓ પર હુમલાની ગંભીર ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયેલ.

ઊનાના-કોબ-ગામે-આખલાના-પેટમાં-ભાલુ-મારી-દેતા-મોત.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *