માંગરોળમા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા માંગરોળ ના અપ્સરા મંદિર માત્રી મંદિર સ્વામિનારાયણ મંદિર સહીત પૌરાણિક મંદિરો ના દર્શનો સાથે આજે ગુરુ પૂર્ણિમા ના પાવન અવસરે ગુરુજનો અને સંતો ના ચરણો મા મસ્તક નમાવી તેમને ફુલહાર તેમજ શાલ ઓઢાળી ગુરુવંદના કરવા મા આવી હતી,
કહેવાય છે,
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે,
ગુરુ બિન મિલે ન મોક્ષ;
ગુરુ બિન લખે ન સત્તકો,
ગુરુ બિન મિટે ન દોષ…
ત્યારે આ અવસરે સંતો દ્વારા તમામ કાર્યકર્તાઓ ને લોભ લાલચ અને ઈર્ષા થી દુર રહી આ ચાલી રહેલ કપરા સમયમા ભક્તિ ભાવ કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમજ આજની યુવાપેઢી મોબાઇલ ના કારણે ધર્મ થી દુર થતી જાય છે તો વધુ મા વધુ યુવાનો મા ધર્મ જાગરણ ના પ્રયાસો થાય તેવા આર્શીવચન આપવામા આવ્યા હતા,,
આ ગુરુવંદના મા વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી. ઉ.પ્રમુખ પરેશભાઈ જોષી,મંત્રી પ્રફુલભાઈ નાંદોલા વેપારી અગ્રણી હરીશભાઈ રુપારેલીયા, જાયંટ્સ ગ્રુપ ડાયરેક્ટર પત્રકાર ગુણવંતબાપુ સુખાનંદી, કૌશિકભાઈ વસાવડા, જીતુભાઈ પરમાર, કમલેશજી ગોહેલ બજરંગ દળ પ્રમુખ ધવલ પરમાર, વિમલ ગોંડલીયા, સૈલેશ ચાવડા સહીત અન્ય આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ-

