ગત રવિવારના રોજ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ માઝા મૂકી વરસીને જિલ્લાના બોડેલી તાલુકામાં ભારે તારાજી સર્જી હતી ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ફસાયેલા લોકોને બહાર કાઢવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થળાંતર કરી સહી સલામત જગ્યાએ લોકોને રાખવામાં આવ્યા હતા જ્યાં તંત્ર ની સાથે સાથે આસપાસના ગામોમાંથી સેવાભાવી લોકોએ સવાર સાંજ જમવાની વ્યવસ્થા કરી હતી અને હવે છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા એક પછી એક અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી સાથે અન્ય સહાય સાથેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવે છે જે અંતર્ગત ગઈકાલે લોકોની મદદથી તંત્ર દ્વારા જરૂરિયાત મંદોને અનાજની કીટ, કપડા તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ ની સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આજે બોડેલીના પાણેજ ગામ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર બોડેલી દ્વારા શ્રી શ્રી રવિશંકર મહારાજની પ્રેરણાથી સાડા નવ કિલો ની વજનવાળી 300 જેટલી અનાજની કીટોનુ વિતરણ કરવામાં આવ્યું હતુ જ્યારે ગઈકાલે બોડેલી એસડીએમ ઉમેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ મામલતદાર રાજેશભાઈ ભટોળ અને નાયબ મામલતદાર નીતિનભાઈ મકવાણા દ્વારા તાલુકાના સમગ્ર અસરગ્રસ્ત ગામોમાં તલાટીઓની મદદથી સર્વેની કામગીરી સાથે સહાય વિતરણ ની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજે ઢોકલીયા ના રજાનગર વિસ્તારમાં અસરગ્રસ્તોને અનાજની કીટો સાથે ગ્રામજનોની મદદથી કપડા, ધાબડા ના વિતરણ સાથે આરોગ્ય ની ટીમ ઉતારી લોકોના આરોગ્યની તપાસ, એમજીવીસીએલ ની ટીમો દ્વારા અસરગ્રસ્તોનાં મકાનોમાં મીટર બેસાડી વીજળીની સુવિધા તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતની મદદથી વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

