Gujarat

વાંકાનેરના બે ગામોમાંથી ૧૩ જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા

વાંકાનેર
હજુ શ્રાવણ મહિનો આવ્યો નથી અને લોકો શ્રાવણ મહિનાને પવિત્ર મહિનો કહે છે લોકો સેવા-પૂજા, વ્રત, ઉપવાસ કરે છે જ્યારે ઘણા લોકો જુગાર રમવા જ શ્રાવણ મહિનાની રાહ જાેતા હોય તેવું લાગે છે હજુ શ્રાવણ મહિનો આવ્યો નથી ને ત્યારે વાંકાનેર પંથકમાં શહેર પોલીસ દ્વારા રાતીદેવડી અને ચંદ્રપુરમાં જુગારની જુદી જુદી બે રેડ કરીને કુલ ૧૩ જુગારીને ૭૦,૯૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. વાંકાનેર પાસે આવેલા રાતીદેવળીની ભામણીયા સીમમાં ઇસ્માઇલભાઇ માણસીયા તેની વાડીની ઓરડીમાં જુગાર રમાડતા હોવાની બાતમી પોલીસને મળતાં દરોડો કરતા ઈસ્માઈલભાઈ માણસીયા, નજરૂદ્દીનભાઈ માથકીયા, નશરૂલ્લાભાઈ કડીવાર, જાહીદભાઈ માથકીયા, અયુબભાઈ કડીવાર, યુસુફભાઈ બાદી, ગુલાબભાઈ કડીવાર, તોસીફભાઈ માથકીયા અને હનીફભાઈ માણસીયા જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૨૪,૭૦૦ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૬૦,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજા દરોડોમાં ચંદ્રપુર નસીબ પાનવાળી શેરીમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી ત્યાં દરોડો કરતા આશીફભાઈ વડાવીયા, મકબુલભાઈ વકાલીયા, ઈમ્તિયાઝભાઈ શેરસીયા, મયુદીનભાઈ પીંડાર જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેઓ પાસેથી ૧૦,૨૫૦ની રોકડ કબજે કરીને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બન્ને દરોડોમાં ઇન્ચાર્જ પીઆઇ બી. પી. સોનારા, એ. એસ. આઈ હીરાભાઈ મઠિયા, પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, હરદીપસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઇ વાસાણી, પ્રતીપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા દ્વારા કરાયો છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *