Gujarat

પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં સોમવારે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાશે.. આંખના તમામ જરીયાત દર્દીઓને લાભ લેવા અનુરોધ..  

પ્રાચી તીર્થ.    યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ તથા દંત નિદાન કેમ્પ આગામી તારીખ ૧૮/૭/૨૨ ને સોમવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપ છે આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ માં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ  નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આવનાર દર્દીઓને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા-પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે તો જરૂરિયાત મંદ દર્દીઓને લાભ લેવા અનુરોધ કરાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *