Gujarat

જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્યોશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ

જુલાઈ-    જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને  અને જિલ્લા પંચાયતના  પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય સર્વશ્રી ભીખાભાઇ જોશી, બાબુભાઇ વાજા- માંગરોળ, હર્ષદભાઈ રિબડીયા-વિસાવદરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ તકે પાણી, રસ્તા, વિજ કનેકશન, જમીન દબાણ, જમીન, ભૂગર્ભ ગટર, ડેમ-કેનાલની રીપેરીંગ સહિતના પ્રશ્નોની રજૂઆત થઈ હતી. આ તમામ પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને કલેકટરશ્રી રચિત રાજે સૂચના આપી હતી.‎

 ‎બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાએ  કર્યું હતું.   આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રવિ તેજા ભટ્ટી, ડીસીએફશ્રી, સહિતના તમામ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *