હિન્દુસ્તાન યુનિક દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના 46 ગામોને પસંદ કરવામાં આવ્યા છે આ ગામોમાં બાળકના પાલન પોષણ અંગેની જાગૃતિ અને સેવા આપવા હેલો ડોક્ટર વાન ફરશે જેને પ્રસ્થાન કરાવવા માટેનો જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં હેલો ડોકટર ડીઝીટલ વાન ને છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ ડિજિટલ વાન કવાટ તાલુકાના ગામડાઓમાં ફરી બાળ મરણ માતા મરણ ઘટાડવા કેવા પ્રકારના પ્રયત્નો કરવા એને કેવી કાળજી રાખવી તેમજ બાળકના પાલનપોષણ અંગે લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરશે બાળકના પાલનપોષણ અંગેની જાણકારી તેમજ લાભ લેવા 0 92 272 26 060 ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવેલ છે તેના પર ફ્રી મિસકોલ કરવાથી તમારા મોબાઇલ પર વાન સાથે જોડાયેલ ડોક્ટર કોલ કરશે અને બાળકના પાલનપોષણ અંગેની જાણકારી આપશે હોવાનું છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંગ છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી છોટાઉદેપુર જિલ્લા આયુર્વેદિક ડોક્ટર પારુલ વસાવા તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

