ઊના- ગીરગઢડાના શાણાવાકીયા ગામે આવેલ રૂપેણ નદીના કાંઠે બનાવેલ પ્રોટોકલ દિવાલ ઉપર અમુક શખ્સો દ્રારા ગે.કા. દબાણ કરી બાંધકામ કરેલ હોય તેજે તાત્કાલીક દૂર કરવા માંગ કરેલ છે.
શાણાવાંકીયા ગામે રહેતા ભીખુભાઇ વાઘેલાના ઘર પાસેથી રૂપેણ નદી પસાર થતી હોય આ નદીના કાંઠે રૂપેણ નાની સિંચાઇ યોજના હેઠળ પ્રોટોકલ દિવાલ બનાવવામાં આવેલ છે. આ દિવાલ પર રસીલાબેન ભાલીયા તેમજ શંભુભાઇ ભાલીયા દ્રારા ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરવામાં આવેલ હોય જેથી આ ગે.કા. દબાણ તાત્કાલીક દૂર કરવામાં આવે તેવી માંગ સાથે ભીખુભાઇ ગોબરભાઇ વાઘેલાએ નાયબ કાર્યપાલક પંચાયત સિંચાઇ પેટા વિભાગને લેખિત રજુઆત કરી હતી.

