Gujarat

રાણપુરમાં પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધીના રોડ ઉપરના ખાડામાં મેટલ નો કાચો માલ નાખ્યો ખાડા પુર્યા

ખાડામાં પથ્થરના મોટા કપચા નાખતા આસપાસની દુકાનો તથા પસાર થતા રાહદારીઓને વાગવા ની બીક,કપચા હટાવવા માંગ
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધી દોઢ વર્ષ પુર્વે આર.સી.સી.રોડ બનાવી તેની ઉપર ડામર ની ચાદર પાથરવામાં આવી હતી જે રોડ ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા હતા.જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હતો જે તકલીફ ને કારણે પત્રકાર વિપુલ લુહાર દ્વારા વિવિધ અખબારો માં ખરાબ રોડ અંગે ના અહેવાલ પ્રસિધ્ધ થતા રોડ ના કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રાણપુરમાં પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધી ના ખાડા માં મેટલ નો કાચો માલ નાખવામાં આવતા હાલ તો વાહન ચાલકો તેમજ રાહદારીઓને રાહત તો થઈ છે પણ ખાડા ની આસપાસ આવેલ દુકાનદારો તેમજ ત્યાથી પસાર થતા રાહદારીઓને અકસ્માત નો ભય લાગી રહ્યો છે કારણે જે ખાડા ઓ પુરવામાં આવ્યા છે તેમા પથ્થર ના મોટા કપચા સાથે માલ નાખવામાં આવ્યો છે.આ કપચા ઉપરથી વાહનો પસાર થાય અને દુકાનદારો તેમજ રાહદારીઓને વાગવા નો ભય સતાવી રહ્યો છે.ત્યારે આ કપચા ઝડપથી ત્યાથી હટાવવામાં આવે તેવી લોકોની માંગ છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

20220721_124803.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *