Gujarat

કંડલામાં જૂની અદાવતમાં યુવાન પર ચાર લોકોએ હુમલો કર્યો

ગાંધીધામ
કંડલામાં જુની અદાવતનું મનદુઃખ રાખી યુવાન ઉપર ચાર જણાએ હુમલો કરી છરી વડે ઇજા પહોંચાડી હોવાની ઘટના કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ છે. નવા કંડલા ગુરૂદ્વારા પાસે રેલ્વે ઝૂંપડામાં રહેતા ૨૪ વર્ષીય અજિત ઉર્ફે નાનકો જંગબહાદુર શુક્લાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે રિઝવાન પઠાણ, હસન રસુલ મેર સાથે સુનીલ ચા વાળાની હોટેલ પાસે ઉભા હતા ત્યારે અલ્તાફ, આદમ અબ્દુલ જામ, સોકતઅલી રહેમાન જામ અને હુશેન અબ્દુલ જામ તેમની પાસે આવ્યા હતા. સોકતઅલી ઉર્ફે ભુરીયા રહેમાન જામને કેમ માર માર્યો હોતો કહી ગાળો આપતાં તઓને ગાળો બોલવાની ના પાડતાં .શ્કેરાયા હતા. આદમ અબ્દુલ જામે ભેઠમાંથી છરી કાઢી ડાબા પગના સાથળમાં અને કાન પર મારી હતી સોકત અને તેનો ભત્રીજાે હુશેને પણ ધક બુશટનો મારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કંડલા મરિન પોલીસ મથકે અજિત ઉર્ફે નાનકાએ નોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઇ ડી.જી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *