અમરેલી
અમરેલી જિલ્લામા સિંહોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જેના કારણે સિંહોની ટીખળ ટોળકી દ્વારા પજવણી અને હેરાન પરેશાન કરવાની પ્રવૃતિઓ વધી રહી છે. ત્યારે સૌથી વધુ રાજુલા પંથકમાં આ પ્રકારની સિંહોની પજવણીની ઘટના વધુ સામે આવતા પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલ દ્વારા પેટ્રોલિંગ વધારવા સૂચના અને આદેશો આપ્યા છે. આ પ્રકારની પ્રવુતિઓ કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવી અને તેમના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એ.સી.એફ.વગેડા અને રાજુલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ દ્વારા રાજુલા રામપરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે સમયે સીમ વિસ્તારમાં ૩ શખ્સ સિંહોની પજવણી કરતા હતા તેમને દબોચી લીધા હતા. સ્થળ ઉપર સિંહો મારણ કરતા હોય તેમને દૂર ખસેડી સિંહ દર્શન કરવા આ પ્રકારની પ્રવૃતિઓ સતત કરતા હતા જ્યારે આ શખ્સોના મોબાઈલ કબજે કરતા સિંહો સાથે સેલ્ફી સિંહો પાછળ દોડધામ કરી સતત પજવણી કર્યાની પ્રવૃતિઓ સામે આવતા તમામા કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે. રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી જેમાં આરોપી રામપરા ગામના રહેવાસી દુલાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર ૨૨,નકાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર૨૨ અને સાવજભાઈ દડુભાઈ વાઘ જે વ્યક્તિ અગાવ પણ વર્ષો પહેલા સિંહોની પજવણી કરી ચુક્યા છે અને તેમની સામે કાર્યવાહી કરી ચુક્યા છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ.જયન પટેલએ કહ્યું આ પ્રકારની સિંહોની પજવણી ચલાવી નહિ લેવાય વનવિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે સિંહ દર્શન અથવા સિંહોને હેરાન પરેશાન કરવા તે ગુન્હો બને છે. ગ્રામ્ય વિસ્તારમા આ પ્રકારની પ્રવુતિ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લોકોને પણ હું અપીલ કરું છું આ વન્યપ્રાણી છે આ પ્રાણીને હેરાન ન કરવું જાેઈએ લોકો જાગૃત થાય તે જરૂરી છે આ પ્રકારની પ્રવુતિ ક્યાંક સામે આવે તો વનવિભાગનો સંપર્ક કરવો.

