Maharashtra

ગઠીયાઓએ ૩ કરોડનું નકલી સોનું આપી બિલ્ડરને છેતર્યો

મુંબઈ
બઈ કમિશનરેટની મીરારોડ, ભાયંદર, વસઈ, વિરાર ક્રાઈમ બ્રાન્ચ ઝોન ૨ની યુનિટે એવા ત્રણ ઠગની ધરપકડ કરી છે, જેમણે ૧૮ એપ્રિલે મુંબઈ અમદાવાદ હાઈવેના સકવાર ગામ પાસે એપેક્સ હોટલની સામે ડોમ્બિવલીના રહેવાસી બિલ્ડરને ૭૦ કિલો નકલી સોનુ આપી, તેની સાથે ૩ કરોડ ૧૨લાખની છેતરપિંડી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. અને તેમની પાસેથી ૨ કરોડ ૧૯ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. તમને ફોટોમાં જે આરોપીઓ દેખાઈ રહયા છે, તે કિસન ભાઈ કસ્તુર ભાઈ મારવાડી સલાટ, હીરા ભાઈ પ્રેમા ભાઈ મારવાડી સલાટ અને મનીષ કમલેશ ભાઈ શાહ છે. જેઓ ગુજરાતના વડોદરાના વતની છે. તેઓ પહેલા અસલી સોનું આપી લોકોને ફસાવે છે. અને બાદમાં તેમને નકલી સોનું આપીને છેતરપિંડી કરી હતી. ચાલો તમને જણાવીએ કે, તેઓ કેવી રીતે લોકોને સરળતાથી છેતરે છે. ૧૮ એપ્રિલના રોજ, ડોમ્બિવલીના રહેવાસી બિલ્ડર હેમંત મૂળચંદ વાવિયા મુંબઈ અમદાવાદ હાઈવે પર સકવાર ગામ નજીક એપેક્સ હોટલની સામે તેમની મર્સિડીઝ કારમાં આવ્યા, ત્યારે ત્રણ વ્યક્તિ તેમની પાસે આવ્યા અને તેમને કહ્યું કે, તેમને ખોદકામ દરમિયાન ઘણું સોનું મળ્યું છે. તેમણે હેમંતને સાચા સોનાનો સિક્કો મફતમાં આપ્યો. અને તેમને કહ્યું કે જાે તમને સોનું જાેઈતું હોય તો અમારી પાસે ૭૦ કિલો સોનું છે. તેણે હેમંતને પોતાનો મોબાઈલ નંબર આપ્યો. ઘરે જઈને હેમંતે સોની પાસે સિક્કો તપાસાવ્યો અને તે સાચો નીકળ્યો. બાદ હેમંતે બે દિવસ પછી તેનો સંપર્ક કર્યો અને તેની પાસેથી સોનું ખરીદ્યું. આ વખતે પણ તેઓએ તેને અસલી સોનું આપ્યું. હવે હેમંતને લોભ થઈ ગયો અને લાગ્યું કે તેને આઠ કરોડનું સોનું માત્ર ત્રણ કરોડમાં જ મળી રહ્યું છે. આથી હેમંતે ફરી તેમનો સંપર્ક કર્યો અને તમામ સોનું ખરીદી લેશે તેમ જણાવ્યું. પ્લાન મુજબ તેમને તે જ હોટલની બહાર બોલાવ્યો. વાટાઘાટો પછી ત્રણ કરોડ ૧૨ લાખમાં સોદો નક્કી થયો. જે બાદ તેમણે સોનાથી ભરેલી બેગ હેમંતને આપી અને પૈસા લઈને ફરાર થઈ ગયા. અહીં ઘરે જઈને હેમંતે સોની પાસે સોનું ચેક કરાવ્યું તો બધું સોનું પિત્તળનું નીકળ્યું. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડરે સોનું ખરીદવા માટે તેની મર્સિડીઝ કાર પણ વેચી દીધી હતી. ઘણા લોકો પાસેથી લોન પણ લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી હતી. ઝોન ૨ના પોલીસ ઇન્સ્પેક્ટર સહુરાજ રાનવરે અને તેમની ટીમે ગુજરાત અને ઉજ્જૈનમાંથી ત્રણેયની ધરપકડ કરી અને તેમની પાસેથી ૨ કરોડ ૧૯ લાખ રોકડ જપ્ત કરી છે.

16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *