Maharashtra

સલમાન ખાને ધમકી બાદ પોતાની સાવધાની માટે ગન લાઈસન્સ કરી અરજી

મુંબઈ
ફિલ્મોમાં દબંગ રોલ કરનાર સલમાન ખાનને રીઅલ લાઈફમાં ગેંગસ્ટર તરફથી ધમકી મળી છે. રાજસ્થાનમાં કાળિયારના શિકારનો બદલો લેવા માટે બિશ્નોઈ ગેંગે આપેલી ધમકી બાદ સલમાનની સિક્યુરિટી વધારી દેવાઈ છે. આ સાથે સલમાન ખાન પોતે પણ આ મામલે સાવધાન થયો છે અને સેલ્ફ પ્રોટેક્શન માટે ગન જરૂરી હોવાની રજૂઆત સાથે મુંબઈ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી. સાઉથ મુંબઈ ખાતે આવેલી મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરની ઓફિસની સલમાને મુલાકાત લીધી હતી. સલમાન સાંજે ચારના અરસામાં પોલીસ હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા અને ફણસાલકરને મળ્યા હતા. સલમાને જાેઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે સાથે પણ વાતચીત કરી હતી. બંને અધિકારીઓ સાથેની મુલાકાતમાં સલમાને ગનની જરૂરિયાત અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સલમાનના પિતા સલીમ ખાનને પાંચમી જૂને ધમકીનો લેટર મળ્યો હતો. આ લેટરમાં સલમાનની હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી કરવાની ધમકી અપાઈ હતી. ધમકી બાદ પણ સલમાને મુંબઈ બહાર ફિલ્મોનું શૂટિંગ કર્યુ હતું.

43.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *