મુંબઈ
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાના ટ્વીટ વિના ટિ્વટરની દુનિયા અધૂરી છે.તેમની ટ્વીટ ખૂબ જ રસપ્રદ હોય છે. આ ટિ્વટ્સ ઘણા યુઝર્સને પ્રેરણા પણ આપે છે. ૨૧ જુલાઈના રોજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ એક ફોટો રીટ્વીટ કર્યો, જેની સાથે તેમણે એવું કેપ્શન લખ્યું કે લોકો તેને વાંચીને તેના ફેન બની ગયા! તેમનો દૃષ્ટિકોણ અને વસ્તુઓનું અર્થઘટન શાનદાર છે. આ ફોટો પૃથ્વીનો છે જે મંગળ પરથી લેવામાં આવ્યો છે. જાે આપણે મંગળ પરથી પૃથ્વી તરફ નજર કરીએ તો પૃથ્વી આવી દેખાશે.તમને જણાવી દઈએ કે, આ મૂળ ફોટો ક્યુરિયોસિટી નામના ટિ્વટર પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમણે જણાવ્યું છે કે આ ફોટો મંગળ પરથી લેવામાં આવ્યો છે, જે નાનો તારો (સફેદ રંગીન બિંદુ) દેખાય છે તે પૃથ્વી છે. આને રિટ્વીટ કરતા આનંદ મહિન્દ્રાએ એક અદ્ભુત કેપ્શન લખ્યું, જેને વાંચીને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ તસવીર આનંદ મહિન્દ્રાએ ૨૧ જુલાઈએ ટિ્વટર પર શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું – આ તસવીરમાંથી માત્ર એક જ વસ્તુ શીખવી જાેઈએપ તો તે છે માનવતા. તેમના આ ટ્વીટને સમાચાર લખ્યા ત્યાં સુધી પાંચ હજારથી વધુ લાઈક્સ અને છસો રીટ્વીટ મળી ચુક્યા છે. તેમજ યુઝર્સ આ અંગે સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ આનંદ મહિન્દ્રા સાથે સહમત છે. નવ આનંદ નામના યુઝરે લખ્યું- સર, આ તસવીર કદાચ એ પણ શીખવે છે કે કુદરતમાં બધું જ છે પણ આપણે માત્ર એક બાજુથી જ જાેઈ શકીએ છીએ, ફક્ત આપણી બાજુથી, જાે સામેથી જાેવામાં આવે તો તે મંગળ ગ્રહ પણ એક બિંદુ જ છે. અન્ય યુઝરે લખ્યું – આપણે આ બ્રહ્માંડમાં એક નાના બિંદુ સમાન છીએ. એક યુઝરે કહ્યું- જીવન જીવવાનો અભિગમ કેવો હોવો જાેઈએ, આ તમારી પાસેથી શીખવાનું છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું – પૃથ્વી એક બિંદુ જેવી છે અને આ બિંદુની અંદર કેટલાક લોકો દરેક ઇંચ જમીન માટે લડી રહ્યા છે. આના કારણે દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે.

