સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ધારી તાલુકાના કણેર ગામે રહેતાં જસાભાઈ મગનભાઈ મારુ ખરાબ રીતે દાઝી જવાથી મૃત્યું પામ્યાં હતાં તેમના દિકરા શરદભાઈ મારુએ મૃતકના ચક્ષુદાનનો નિર્ણય લઈ અને સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસનો સંપર્ક કર્યો અને મેહૂલભાઈ વ્યાસે ૪૫૦ મુ ચક્ષુદાન અમરેલી સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાંથી સ્વીકાર્યું. આમ તો સંપૂર્ણ દાઝી ગયેલ દેહ હોવાછતાં કૂનેહપૂર્વક મેહૂલભાઈ વ્યાસે એ ચક્ષુદાનની કામગીરી પૂર્ણ કરી. તેની સાથે તેના સહાયક તરીકે દર્શન પંડ્યા હાજર હતા. આમ ધીરજ કુનેહ અને બહોળો અનુભવ આવા કિસ્સામાં દ્ર્ષ્ટાંત રૂપ કામગીરી કરેલ છે. શહેર અને સમગ્ર અમરેલી જિલ્લામાં ચક્ષુદાનની પ્રકિયા માટે મેહૂલભાઈ વ્યાસની કુનેહ અને સેવાભાવનાની ભારે પ્રશંસા થઈ રહી છે. મેહૂલભાઈ વ્યાસની સાથે સહાયક તરીકે દર્શન પંડ્યા હતાં

