Maharashtra

આલિયા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફના કારણે ચર્ચામાં

મુંબઈ
આલિયા ભટ્ટ અત્યારે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફના કારણે ચર્ચામાં છે. આલિયા એક તરફ જ્યાં પતિ રણબીર કપૂરની સાથે પ્રેગ્નન્સી એન્જાેય કરી રહી છે, તો બીજી તરફ પોતાની પહેલી પ્રોડક્શન ‘ડાર્લિંગ્સ’ના કારણે ચર્ચામાં છે. જસમીત કે રીન દ્વારા નિર્દેશિત ‘ડાર્લિંગ્સ’માં આલિયાની સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ પણ લીડ રોલમાં છે ફિલ્મ રિલીઝ પહેલા આલિયા પોતાની ટીમની સાથે તેનું પ્રમોશન કરી રહી છે. ટ્રેલર લોન્ચ દરમિયાન આલિયાએ પીળા કલરનો મિની ડ્રેસ પહેર્યો હતો. ટ્રેલર ઈવેન્ટ દરમિયાન આલિયાએ પોતાની કેમિસ્ટ્રી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી બધાનું દિલ જીતી લીધું હતું. આલિયા પીળા કલરના આઉટફિટમાં એકદમ સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો પણ દેખાય રહ્યો હતો. તે સિવાય આલિયાએ પોતાની આ સ્ટાઈલિશના આઉટફિટથી પોતાનો બેબી બમ્પ છુપાવવામાં સફળ રહી. બીજી તરફ શેફાલી શાહ પણ પોતાના બ્લૂ આઉટફિટમાં શાનદાર લાગી રહી હતી. વિજય ગ્રે આઉટફિટમાં સારો લાગી રહ્યો હતો. ઈવેન્ટમાં બધા સ્ટાર્સ એકબીજા સાથે ઘણી મસ્તી કરી રહ્યા હતા અને ફોટો ક્લિક કરાવ્યા. ડાર્લિંગ્સનું ટીઝર થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું જે દર્શકોને ઘણું પસંદ આવ્યું હતું. હવે ફિલ્મના નિર્માતાઓએ આજે તેનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. જસમીત રે રીન નિર્દેશનમાં બનેલી ડાર્લિંગ્સ ૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર માટે તૈયાર છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *