Gujarat

ગુજરાતના છોટા ઉદેપુરમાં ચોમાસામાં આહલાદક નજારો જાેવા મળ્યો

છોટા ઉદેયપુર
દેશ સહિત ગુજરાતમાં વરસાદે ભારે માઝા મુકી છે ત્યારે ગુજરાતના છોટા ઉદેપુર જીલ્લો પ્રાકૃતિક સંસ્કૃતિ ધરાવતો જીલ્લો છે. અહીંયા કુદરતે સાતેય રંગોને વિખેરી લખલૂટ કુદરતી સૌંદર્ય પાથર્યું છે. જીલ્લાના આંબા ડુંગરમાં વરસાદ પડ્યા બાદ આહલાદક નજારો આંખોને પણ ઠંડક પહોચાડે તેવો બની ગયો છે. ત્યારે અહિયાનો ધોધ પણ મનને ખૂબ જ રસ તરબોળ કરી દે તેવો ભાષી રહ્યો છે. અહીંયા ક્ષિતિજ પર જાણે વાદળ અને જમીનનો સંગમ થતો અને બન્નેનું મિલન અહીંયા જ થતું હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. આંબા ડુંગર, છોટા ઉદેપુર જીલ્લાના રમણીય સ્થળોમાંનું એક સ્થળ અહીંયા કુદરતે તમામ રંગોને વિખેરીને રંગોળી બનાવી છે. હાલમાં વરસાદી સિઝનમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. કુદરતે સાતેય રંગો વિખેર્યા છે, જેને લઇને આહલાદક નજારો જાેવા મળે છે. આંબા ડુંગર ખાતે ચારે બાજુ ડુંગરોની હારમાળા ડુંગરો ઉપર લીલીછમ વનરાજી જાેઈને મનને એક અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે. અહીંયા આવીને મન જાણે કુદરત સાથે સીધો સંવાદ કરતું હોય તેવું વાતાવરણ અને દ્રશ્યો નજરે પડે છે. આંબા ડુંગરમાં ચારે બાજુ ડુંગરો વચ્ચે ૮૦ ફૂટ ઉપરથી ઝાંબર ધોધ પડે છે. આ ધોધને જાેઈને જાણે મનની તૃષ્ણા સંતોષાઈ જાય છે અને ત્યાં જ રહેવાનું મન થાય તેવો નયનરમ્ય અને આહલાદક નજારો જાેવા મળે છે. આ ધોધ આંબા ડુંગરથી ૨ કિલોમીટર દૂર ડુંગરમાંથી વહેતો ધોધ છે. છેલ્લા ૧૫ દિવસથી આ ધોધ સતત વહી રહ્યો છે. અહીંયા જવા માટે કોઈ પાકો રસ્તો નથી. ડુંગરોની હારમાળા વચ્ચે આવેલા ધોધ સુધી પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ઝાડી ઝાંખરા વચ્ચે પ્રવાસીઓને અહીંયા આવવું ખૂબ જ દુષ્કર સાબિત થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી આ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને દિવસમાં એક બે વખત વરસાદ પડતા જ વાતાવરણમાં એક અનોખી ઉજાસ ફેલાય છે. અને અહીંનો નજારો જાેવા માટે આતુર બની જવાય તેવા દ્રશ્યો નજરે પડે છે. આ દ્રશ્યો જાેઈને ૧૯૯૨માં આવેલ મણિરત્નમની ફિલ્મ રોજાનું ગીત ગુનગુનાવવાનું મન થાય છે કે, યે હસી વાદિયાં, યે ખુલ્લા આસમાન, આ ગયે હમ કહાં, એ મેરે સાજના, ઈન બહારો મે દિલ કી કલી ખીલ ગઈ, મુજકો તુમ જાે મિલે હર ખુશી મિલ ગઈ.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *