Gujarat

સુરતમાં કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સુરત
સુરતના સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન કરવામાં આવી રહ્યું છે. મીની બજાર સુધી યોજનારી યાત્રામાં અલગ અલગ સ્પોટ પર શાળાના વિદ્યાર્થીઓથી લઈને સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી વિર જવાનોને ભાવાંજલી અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. તે ઉપરાંત મેગા રક્તદાન શિબિર અને સપ્તરંગી કલાંજલીનું પણ આયોજન થયું છે. કારગીલ યુધ્ધ ૧૯૯૯માં ગુજરાતના ૧૨ સહિત રાષ્ટ્રના ૫૨૭ વિર જવાનો વિરગતિ પામ્યા છે. સરદાર સ્મૃતિભવન ખાતે ખુબ જ ગરીમાપૂર્ણ સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહમાં ૧૨ વિરશહીદ જવાનોના પરિવારોનું જાહેર અભિવાદન અને આર્થિક સહાય અર્પણ કરવામાં આવનાર છે.૨૬મી જુલાઈએ દેશભરમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સેવામાં હંમેશા અગ્રેસર સુરત શહેરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા ખાતે ફાઈટર પ્લેન સામે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે. સાંજે ઉજવણીમાં દેશની સેવા કરતા શહીદ થયેલા ૧૨ જવાનોના પરિવારનું સન્માનિત કરવામાં આવશે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *