નવીદિલ્હી
પ્રી-આઈપીઓ રોકાણકારો માટે એક વર્ષનો લોક-ઇન પિરિયડ પૂરો થતાં ગત ૨૫ જુલાઈએ ઝોમેટોના શેરમાં ૧૪.૩ ટકાનો કડાકો બોલી ગયો હતો. આજે પણ આ શેરમાં ૧૨ ટકાનું ધોવાણ જાેવા મળ્યું છે. આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઝોમેટોના શેરમાં જાેરદાર ઘટાડો થયો છે. સ્ટોક માટે સામાન્ય સેન્ટિમેન્ટ નેગેટિવ છે. જેથી એકંદરે આ શેરમાં બે દિવસમાં ૨૩ ટકાનું ધોવાણ થયું છે. ઝોમેટોનો શેરના બે દિવસમાં ૨૦ ટકા કડાકો બોલ્યા છતાં વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે રોકાણકારોને ઝોમેટોના સ્ટોકમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ આપી છે. જેફરીઝ દ્વારા શેર માટે રૂ. ૧૦૦નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેફરીનું માનવું છે કે, હાલના સ્તરેથી ઝોમેટોનો સ્ટોક રોકાણકારોને ૧૩૦ ટકાથી વધુ રિટર્ન આપી શકે છે. જેફરીઝે જણાવ્યું હતું કે, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની સંભાવના અને રોકાણકારો દ્વારા વેચવાલીની અસર ઝોમેટો પર પડી છે. જેફરીઝના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, નબળું સેન્ટિમેન્ટ ખરીદીની તક આપે છે અને તેઓ અપેક્ષા રાખે છે કે સેગમેન્ટમાં નફાકારકતામાં સુધારો થશે, ઉદ્યોગનું માળખું ફ્રેન્ડલી બનશે અને કંપની રોકડ બચાવવા માટે તૈયાર થશે. આ સાથે બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ક્વિક કોમર્સ કંપની બ્લિન્કિટના અધિગ્રહણથી ઝોમેટોને ફાયદો થશે. ગયા વર્ષે ૨૮ જુલાઈ, ૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જેફરીઝે ૧૭૦ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો. આ શેર તે સમયે ૧૩૨ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બ્રોકરેજ ડિલિવરી ગ્રોથ, કંપનીના યુનિટ ઇકોનોમિક્સ અને મજબૂત બેલેન્સશીટ અંગે આશાવાદી હતું. આ દરમિયાન તાજેતરના રિપોર્ટમાં વિશ્લેષકોએ લખ્યું છે, ફેડના કડક થવાની અને રોકડ પ્રવાહ પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરવાની ચિંતાઓ વૈશ્વિક સ્તરે ફૂડ ટેક પર દબાણ લાવી રહી છે. ઝોમેટો મેનેજમેન્ટે વધુ સારા યુનિટ ઇકોનોમિક્સ તરફની તેની સફરને વેગ આપ્યો છે અને હવે નજીકના ભવિષ્યમાં ફૂડ ડિલિવરી બિઝનેસમાં બ્રેક-ઇવન પર નજર રાખી રહ્યું છે. ૪ઊહ્લરૂ૨૨ માટે એડજ એબિટ્ડાનું નુકસાન ૩૦ મિલિયન ડોલર જેટલું હતું, જેમાં ફૂડ ડિલિવરીનું નુકસાન ૧૦ મિલિયન ડોલર હતું. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ હવે એમજીએમટી તરીકે વધુ સારું ક્વાર્ટર જાેવા મળશે. જેફરીઝનું માનવું છે કે, સૌથી ગળાકાપ કોમ્પિટિશનનો સમય પસાર થઈ ગયો છે, તેથી નફો વધશે. વિશ્લેષકોએ અહેવાલમાં જણાવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે પ્રવાહિતા માટેની મુશ્કેલ સ્થિતિ સ્વિગીને પણ નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા દબાણ કરશે. તેઓ માને છે કે, ઝોમેટો હવે પહેલાની જેમ એકથી વધુ વ્યવસાયોમાં રોકાણ કરશે નહીં. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભૂતકાળમાં ઝોમેટો બહુવિધ વ્યવસાયોમાં રોકાણ કરવાનો ઇરાદો ધરાવતી હતી. આ રોકાણોમાંથી કેટલાકને વ્યૂહાત્મક અને અન્યને નાણાકીય રોકાણ તરીકે જાેવામાં આવતા હતા, પણ કંપની હવે રોકડ બચાવવાનો ઇરાદો ધરાવે છે. ઝોમેટોના શેર માર્કેટમાં લિસ્ટ થયાને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેથી મોટા રોકાણકારો માટે એક વર્ષનો લોક-ઇન પિરિયડ પૂરો થઈ ગયો છે. આ સમયગાળામાં તેઓ શેર વેચી શક્યા ન હતા. પરંતુ આવનારા દિવસોમાં લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાના ઝોમેટોના શેર બજારમાં વેચવાના હોવાનું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઝોમેટોનો શેર શેરબજારમાં લિસ્ટ થયા બાદ રૂ.૧૬૯ પર પહોંચી ગયો હતો. ત્યારે તેની માર્કેટ કેપ રૂ.૧.૩૩ લાખ કરોડ હતી. પરંતુ હવે આ શેર ૪૩ રૂપિયાની નજીક એટલે કે તેના ટોચના લેવલથી ૭૫ ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે જ માર્કેટ કેપ ઘટીને ૩૪ હજાર કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. એટલે કે તેના માર્કેટ કેપમાં ૧ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ઝોમેટોએ ૭૬ રૂપિયા પ્રતિ શેરના દરે ૈંર્ઁં જાહેર કરી હતી. અત્યારે આ શેર તે લેવલથી ૪૩ ટકા નીચે છે.

