મકસુદ કારીગર, કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડા- શાળાના એન.એન.એસ.યુનિટ દ્વારા વૃક્ષારોપણ કરાયું. વૃક્ષારોપણમાં “NSS યુનિટ” 50 સ્વયં સેવકો સાથે પ્રો.ઓફિસર જે.આર.ડાભી ઉપસ્થિત રહ્યા હતા. “NSS યુનિટ”ના 128 વિદ્યાર્થી જોડાયા હતાં. શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે વૃક્ષારોપણ વિષે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા એક બાળ -એક ઝાડ પોલિસી મુજબ વૃક્ષની માવજત કરવા હિમાયત કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય ડી.પી.પટેલે વી.ડી.પરમાર, જે.આર.ડાભી તથા સમસ્ત શાળા પરિવારનો આભાર માની – અભિનંદન પાઠવ્યા હતા.

