Gujarat

ધારીમાં તા.૨૬ ઓગસ્ટે આર.ટી.ઓનો રી-પાસીંગ- પાસીંગ કેમ્પ યોજાશે

ભરત ગંગદેવ

 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના ધારી મુકામે તા.૨૬/૦૮/૨૦૨૨ના રોજ આરટીઓ અમરેલી દ્વારા રેસ્ટ હાઉસ ધારી ખાતે રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો છે. ધારીના અરજદારો આ કામગીરી માટે કેમ્પ જોડાઈ શકે છે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *