મકસુદ કારીગર,કઠલાલ
અલીણા ગામમાં ઠેર ઠેર કાદવ કીચડ ચાલવાની વાત બાજુ માં વાહન પણ મહા મુશ્કેલી થી નિકળે છે મહુધા તાલુકાનાં અલીણા ગામમાં ચોમાસા વગર પણ વર્ષો થી કાદવ કીચડ અને ગંદકી ની વિકટ પરિસ્થિતિ સર્જાય છે ઠેર ઠેર કાદવ કીચડ અને કચરાનાં ઢગલા જોવા મળે છે . વાડી ફળિયું , તળપદા વાસ નાં રસ્તા પર બે પગ લઈ ચાલી ને નીકળવા માટે પણ કાદવ કીચડ માંથી પસાર થવું પડે છે .થોડાક સમય પહેલા પણ સ્થાનિક અરજદાર દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત લાગતાં વળગતા અધિકારીઓ ને કરવામાં આવી હતી તેમ છતાં પણ કાદવ કીચડ ની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી કાદવ કીચડ ને દુર કરી અને કામચલાઉ રસ્તો બનાવવા માટે વ્હેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યાં છે.

