આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ,ગોધરાના મિડીયા સેલ કન્વીનર અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલ મેમ્બર શ્રી ડૉ. અજયભાઈ સોની સાહેબ તથા ડૉ. જોગરાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કૉલેજનાં ફિઝીકલ એજ્યુકેશન વિભાગના પ્રો. સુમનભાઈ રાઠવા સાહેબ કે જેમનાં નેતૃત્વ હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ,તેમણે આ સમગ્ર કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી હતી. કાર્યક્રમના આરંભે આ કૉલેજના યુવાન આચાર્યશ્રી એચ.એમ.કોરાટ સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. ડૉ. અજયભાઈ સોની સાહેબે આ જાગૃતિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીલક્ષી પ્રેરણાત્મક ઉદ્ બોધન કર્યું હતું. ડૉ.જોગરાણા સાહેબે આ યોજનાની સમગ્ર રૂપરેખાને વિસ્તારપૂર્વક રજૂ કરી, વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. અંતે આ કૉલેજના કોમર્સ વિભાગના પ્રો. બિપીનચંદ્ર સોલંકી સાહેબે આભારવિધિ સંપન્ન કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડૉ. ધર્મિષ્ઠાબહેન રાજપૂતે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો અને સમગ્ર કૉલેજ પરિવારે હાજર રહી પોતાનું યોગદાન આપ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

