Gujarat

ભેંસાણ તાલુકાના માંડવા ગામે સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ

ભેંસાણ તાલુકાના માંડવા ગામે મનરેગા હેઠળ નિર્માણ પામેલ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી કેન્દ્રમાં આકર્ષક ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવી છે. સાથે જ નાન ભૂલકાઓને પસંદ પડે તેવા રંગબેરંગી ચિત્રો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત આંગણવાડી સંલગ્ન અદ્યતન સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખની સતત દેખરેખ-માર્ગદર્શન સાથે અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલનના પરિણામે આ સ્માર્ટ આંગણવાડી તૈયાર કરવામાં આવી છે.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરપર્સન લાભુબેન ગુજરાતી, અમુભાઇ ગુજરાતી, ગામના સરપંચશ્રી, આગેવાનો, પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ.શ્રી, સુપરવાઇઝર, આંગણવાડી વર્કર, હેલ્પર અને લાભાર્થી વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

visavadar-Anganvadi-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *