Gujarat

ગીર સોમનાથમાં તાલુકા અને જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ ૨૦૨૨-૨૩નુ આયોજન યુવા મહોત્સવમા ૧૫ થી ૨૯ વયની વચ્ચેના યુવાઓ ત્રણ વિભાગમા વયજુથ  પ્રમાણે ભાગ લઈ શકશે

  ગિરગઢડા
  ભરત ગંગદેવ
 કમિશનર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા વિકાસ અધિકારી  તથા જિલ્લા રમત ગમત કચેરી ગીર સોમનાથ દ્વારા તાલુકા અને જિલ્લાકક્ષા (ઓફલાઈન તેમજ ઓનલાઈન) યુવા ઉત્સવ ૨૦૨૨-૨૩નુ આયોજન કરવામાં આવનાર છે.
         જેમા ત્રણ વિભાગમા વયજુથ પ્રમાણે યુવાઓ ભાગ લઈ શકશે  ‘‘અ’’વિભાગમા ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના, ‘‘બ’’ વિભાગ ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના અને ખુલ્લા વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના ૨૯ વર્ષ સુધીના કલાકારો કલા વિભાગ, સાહિત્ય વિભાગ, સાંસ્કૃતિક  વિભાગની અલગ અલગ કૃતિઓમા ભાગ લઇ શકશે.
ઉપરાંત તાલુકા/જિલ્લા કક્ષાએ ઓફલાઇન સ્પર્ધાઓમાં ‘અ’ વિભાગમાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વકૃત્વ સ્પર્ધા , નિબંધ સ્પર્ધા,  ચિત્રકલા , હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય સ્પર્ધામા ભાગ લઈ શકશે. ‘બ’ વિભાગમાં ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના સ્પર્ધકો વકૃત્વ સ્પર્ધા , નિબંધ સ્પર્ધા , પાદપૂર્તિ , ગઝલ શાયરી લેખન , કાવ્ય લેખન ,દુહા-છંદ-ચોપાઈ, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય  સ્પર્ધામા ભાગ લઈ શકશે અને ‘ખુલ્લો’ વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના સ્પર્ધકો જેમા લોકવાર્તા ,  સર્જનાત્મક કારીગરી , ભજન , સમૂહગીતનો સમાવેશ થાય છે.
      જિલ્લાકક્ષાએ મોકલવાની થતી સી.ડી./ પેનડ્રાઇવ (ઓનલાઇન) સ્પર્ધામા‘અ’ વિભાગમાં
૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)  , શાસ્ત્રીય નૃત્ય ભરત નાટ્યમ, કથ્થકનો સમાવેશ થાય છે ‘બ’ વિભાગમાં ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના જેમા
 શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)  , શાસ્ત્રીય નૃત્ય ભરત નાટ્યમ, કથ્થકનો સમાવેશ થાય છે અને ‘ખુલ્લો’ વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીની વયના સ્પર્ધકો લોકનૃત્ય, લોક ગીત, એકાંકી (હિન્દી/ અંગ્રેજી) ,કર્ણાટકી સંગીત, સીતાર, વાંસળી ,વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવુ), ગીટાર, તબલા, મણીપુરી નૃત્ય, ઓડીસી નૃત્ય, કુચીપુડી નૃત્ય, શીઘ્ર વકતૃત્વ (હિન્દી/અંગ્રેજી)નો સમાવેશ થાય છે.
       યુવાઓએ જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓના પ્રવેશપત્ર સાથે નિયમોનુસાર વિડીઓ ક્લીપ તૈયાર કરી CD/Pen Drive, CD કવર ઉપર સ્પર્ધકનું નામ, સરનામું, મોબાઈલ નંબર તથા કયા વિભાગની કૃતિ છે તે વિગતો તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટેના માત્ર પ્રવેશપત્ર તા.૦૫/૦૮/૨૦૨૨ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીને મળી જાય તે રીતે જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં- ૩૧૩,૩૧૪ બીજો માળ ઇણાજ ખાતે મોકલવાની રહેશે. (કુરીઅર કર્યા બાદ મેઈલ આઈ.ડી. dydogirsonath17@gmail.com પર જાણ કરવી). જ્યારે સ્પર્ધા અંગેના નિયમો જાણવા માટે અત્રેની કચેરીના બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogspot.com પરથી મેળવી શકાશે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *