Gujarat

વડાપ્રધાન મોદીએ મહિલા પશુપાલકો સાથે વાર્તાલાપ કર્યો

સાબરકાંઠા
બે દિવસના પ્રવાસે ગુજરાત આવેલા વડાપ્રધાન મોદીએ વિવિધ લોકાર્પણ, ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા તે દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબર ડેરીના નવીન પ્રકલ્પના લોકાર્પણ અવસરે સાબરકાંઠાની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં તેમણે ૨૦ આદિજાતિ મહિલા પશુપાલકો સાથે સંવાદ કરીને પશુપાલન દ્વારા તેમના જીવનમાં આવેલી આર્થિક ઉન્નતિ અંગેની વિસ્તૃત વિગતો જાણી હતી. પીએમે સો કરતા વધુ ગાયો હોય તેવી મહિલાઓ સાથે વાત કરી હતી. જેમાં એક મહિલા સાથે વાત કરતાં તેણીએ જણાવ્યું હતું કે તેની પાસે ૧૨૦ ગીર ગીય છે. જેમાં તેણીએ સૌથી પહેલી ગીર ગાયની ખરીદી શ્રાવણ માસમાં શિવજીના અભિષેક માટે કરી હતી. જેમાં પછી તેણીએ દર વર્ષે ચાર-પાંચ ગીર ગાય ખરીદવાનું શરૂ કર્યુ હતું. જેના લીધે અત્યારે તેની પાસે ૧૨૦ ગીર ગાય છે અને સાથે જ તેણીએ ઓર્ગેનિક ખેતી પણ ચાલુ કરી છે તેણી પાસે ૧૦૦ ગાયો અને ૫૦ વાછરડી છે. દિવસનું તેણી ૭૦૦ લીટર દૂધ ભરાવે છે. વર્ષનું ૬૩ લાખ ૫૨ હજાર ૪૨૭ રૂપિયાનું દુધ ભરાવ્યું છે. દિવસની ૧૭ હજારની તેમની આવક થાય છે, જેમાંથી ૬ હજાર તેમને ચોખ્ખા મળે છે. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે પીએમની કિસાન સન્માન નિધિ યોજના થકી તેમના ખાતામાં દર મહિને ૨ હજાર જમા થાય છે, અત્યાર સુધી તેણીના ખાતામાં ૧૧ હપ્તા એટલે કે ૨૨ હજાર જમા થયા છે. જેથી તેણીએ હવે તેના પતિ સામે પૈસા માટે હાથ લાંબો કરવો પડતો નથી. વડાપ્રધાને અન્ય મહિલાઓ સાથે પણ વાતચીત કરેલી જેમાં એક યુવા પશુપાલક મહિલાએ જણાવ્યું હતું કે તેને નાનપણથી પશુપાલનનો શોખ હતો, જેથી તેણીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલન કરી ઓછા ખર્ચે સારી એવી કમાણી કરી હતી. જેમાં વડાપ્રધાને તેણી સાથે મજાક કરતાં પૂછેલું કે આનાથી તો તેણીની મિત્રો તેનાથી નારાજ થઈ જતી હશે, કે તે પશુઓના છાણ-મૂત્ર સાફ કરવા જાય છે. ત્યારે તેણીએ જણાવેલું કે બધાને પહેલાથી જ ખબર છે કે તેણીને નાનપણથી જ પશુપાલનનો શોખ છે. તેણી ૨ વિઘા જમીન ધરાવે છે, આ વ્યવસાય તેના માટે જીવાદોરી સમાન છે. છેલ્લા ૨૦ વર્ષથી તેણી પશુપાલન સાથે સંકળાયેલી છે. તેણીએ કહ્યું હતું કે અમે રોજ ૧૦૦થી ૧૨૦ લીટર દૂધ ભરાવીએ છીએ અને અમે જાતે જ કામ કરીએ છીએ. આનાથી મારું સામાજિક અને આર્થિક સ્તર ઘણું ઉંચુ આવ્યું છે. મને આનાથી મોટો ફાયદો એ થયો છે હું મારા બાળકોને સારું શિક્ષણ આપી શકી. આજે મારા બાળકો વકીલ અને ડોક્ટર છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *