Gujarat

તા. ૦૧લી, ઓગષ્ટથી  ૦૭મી, ઓગષ્ટ  દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં નારી વંદન ઉત્સવ યોજાશે 

નારી વંદન ઉત્સવના આગોતરા
 આયોજનને અનુલક્ષીને છોટાઉદેપુર ખાતે બેઠક યોજાઇ
 આગામી તા. ૧લી, ઓગષ્ટથી તા. ૦૭મી, ઓગષ્ટ દરમિયાન સમગ્ર રાજયમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારા નારી વંદન ઉત્સવને અનુલક્ષીને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
 સમગ્ર રાજયમાં યોજાનારા નારી વંદન ઉત્સવ કાર્યક્રમની સાથો સાથ છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારા નારી ઉત્સવ કાર્યક્રમના આગોતરા આયોજન અંગેની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારા નારી વંદન ઉત્સવ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લાના તમામ વિભાગોએ પરસ્પર સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે. ખાસ કરીને જે વિભાગો દ્વારા કાર્યકરમનું આયોજન કરવાનું છે તેમણે સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ થઇ જાય એની વિશેષ તકેદારી રાખવાની રહેશે એમ જણાવ્યું હતું.
 રાજયકક્ષાએથી મળેલી સુચના અનુસાર તા. ૧લી, ઓગષ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. ૨જી ઓગષ્ટના રોજ બેટી બચાઓ બેટી પઢાઓ, તા. ૩જી, ઓગષ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા. ૪થી, ઓગષ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા. ૫મી, ઓગષ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા. ૬ઠ્ઠી, ઓગષ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ તેમજ તા. ૦૭મી, ઓગષ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
 બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ અને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પણ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે ઉપસ્થિત અધિકારીઓને ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કર્યું હતું. બેઠકમાં પ્રાંત અધિકારી છોટાઉદેપુર વિમલ ચક્રવર્તી, બોડેલી પ્રાંત ઉમેશ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, કાર્યપાલક ઇજનેર અમરસિંહ રાઠવા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર કમલેશભાઇ બારૈયા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિકાસ વિરલ વસાવા, આયોજન અધિકારી સુશ્રી. શ્વેતાબેન ડાભી, મામલતદારો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220730-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *