સુરત
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલા ઠરાવ અનુસાર એક ખાનગી એસોસિએશનની રજુઆતને ધ્યાનમાં રાખી સ્નાતક કક્ષાએ ત્રીજા વર્ષની સેમેસ્ટર-૫ અને એમ.એમ.એમ.કોમની સેમેસ્ટર-૩ની પરીક્ષા ઓફલાઇન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીનાં સ્નાતક કક્ષાએ ત્રીજા વર્ષની સેમેસ્ટર-૫ અને એમ.એમ.એમ.કોમ. સેમેસ્ટર-૩ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ રેગ્યુલર પરીક્ષા અનુસાર તૈયારી કરવી ફરજીયાત બનશે. ગુજરાત રાજય શિક્ષણ વિભાગનાં કોમન એકેડેમિક કેલેન્ડરને યુનિવર્સિટી દ્વારા મંજુર કરાયું હતું, જેમાં પ્રથમ સત્ર ૧૫ જૂનથી ૧૪ ડિસેમ્બર સુધી નું કુલ ૧૩૨ દિવસોનું રાખવામાં આવ્યું છે. ૧૯ ઓકટોબરથી ૮ નવેમ્બર સુધીનું ૨૧ દિવસનું દીવાળી વેકેશન ઉપરાંત ૯ નવેમ્બરથી ૧૪ ડિસેમ્બર સુધી કોલેજાેની આંતરીક પરીક્ષા અને ૧૪ ડિસેમ્બર પ્રથમ સત્ર પૂર્ણ કરાશે.દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાંસ્નાતકકક્ષાએ ત્રીજા વર્ષનાં સેમેસ્ટર-૫ અને એમ.કોમ,તેમજ એમ.એનાં અભ્યાસક્રમની સેમેસ્ટર-૩ની પરીક્ષા ઓફલાઇન લેવાનો ર્નિણય કરાયો છે.

