Gujarat

અમદાવાદમાં બસ ડ્રાઈવર અને કંડક્ટરે લોખંડના સળિયાથી રીક્ષા ચાલકને માર માર્યો

અમદાવાદ
અમદાવાદના મણીનગરમાં રહેતા મનોજભાઈ વાઘેલા નામના રીક્ષા ચાલકે ઘર પાસે રીક્ષા પાર્ક કરી હતી ત્યારે ૧૨૮ નંબરના રૂટની એએમટીએસ બસ ત્યાથી પસાર થઈ રહી હતી. આ સમયે બસ રીક્ષાને અથડાઈ હતી. જેના કારણે રીક્ષા પર ઘસરકો લાગ્યો હતો. જેથી મનોજભાઈએ બસના ડ્રાઈવરને ઠપકો આપ્યો હતો. જેથી ડ્રાઇવર ઉશ્કેરાઈને મનોજભાઈને મુક્કો મારવા લાગ્યો હતો. જે બાદ બસના કંડકટરે મનોજભાઈને લોખંડના સળિયા વડે હાથ અને પગ પર માર માર્યો હતો. જેથી મનોજભાઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ મામલે મનોજભાઈએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવત પોલીસે તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં એક રીક્ષા ચાલક રીક્ષા પાર્ક કરી રહ્યો હતો ત્યારે એએમટીએસ બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. આ સમયે એએમટીએસ બસ રીક્ષાને અથડાતા રીક્ષા સાથે ઘસાઈ હતી. જેથી રીક્ષા ચાલકે બસના ડ્રાઈવરને ઠપકો આપતા બસના ડ્રાઇવર અને કંડક્ટરે ઉશ્કેરાઈને રીક્ષા ચાલકને લોખંડના સળિયાથી માર માર્યો હતો.આ મામલે રીક્ષા ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *