જામનગર તા.૦૨ ઓગસ્ટ, રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર દ્રારા તા.૦૧/૦૮/૨૨ થી તા.૭/૦૮/૨૨ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમા મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતુત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસ જેવી થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત જામનગર જિલ્લામાં સિક્કા ખાતે તા.૦૧/૦૮/૨૦૨૨ રોજ ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા નગરપાલીકા વિસ્તારની મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતતા સેમિનારનુ આયોજન કરવામાં આવેલ જેમા કાયદાની વિગતવાર માહિતી સાથે સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાની માહિતી આપેલ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ડેમોસ્ટ્રેશન અને પી.એસ.આઇ.શ્રી એમ.એસ.ત્રીવેદી, દ્રારા SHE Team ની માહિતી આપવામાં આવેલ.
સદર કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી, હંસા ટાઢાણી, પી.એસ.આઇ.શ્રી એમ.એસ.ત્રીવેદી, ઉષાબેન રાવલ, કોપોરેટરશ્રી ધરતીબેન મજીઠીયા, ચુડાસામા અંજલીબેન, વ્યાસ રેખાબેન, પંડ્યા અનીલાબેન વગેરે અને આશરે ૧૧૦ બહેનો કાર્યક્રમમા ઉપસ્થિત રહેલ.
