Gujarat

જેતપુરમાં રવિવારે મફત આયુર્વેદિક દવાનું વિતરણ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા .૭ ઓગષ્ટ ૨૦૨૨ રવિવાર સાંજે ૪.૩૦ થી ૬ વાગ્યાના સમયગાળામાં જેતપુર લોહાણા મહાજન પ્રેરિત અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ જેતપુર શહેરની સંસ્થા સમર્પણ ગ્રુપ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા નાના કે મોટા સૌના આરોગ્ય સુખાકારી અશ્વગંધા ઘન વટીનું આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવનાર હોય જે લોહાણા મહાજન વાડી , ફૂલવાડી રોડ પર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.કુટુંબના કોઈ પણ સભ્ય લાભાર્થીએ પોતાનું રાશનકાર્ડ અને આધારકાર્ડ સાથે સાથે આવવાનું રહેશે અને વિના મૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવશે તેવું સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું

IMG-20220803-WA0198.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *