Gujarat

રાણપુર શહેરમાં સફાઈ કામદારોની દાદાગીરીના વિરોધમાં રાણપુર રહ્યુ સજ્જડ બંધ

વહેલી સવારથી જ રાણપુરની તમામ દુકાનો,લારી-ગલ્લા સહીત તમામ બજારો જડબેસલાક બંધ રહ્યા….
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં નગર વિકાસ સમિતિ દ્વારા સફાઈ કામદારોના વિરૂધ્ધમાં રાણપુર બંધ નુ એલાન આપવામાં આવતા રાણપુર સજ્જડ બંધ રહ્યુ હતુ. સફાઈ કામદારો ની અલગ અલગ માંગ ને લઈને કરી રહ્યા છે હડતાળ પર છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટ બેજ પર સફાઈ કામદારોને રાખતા જુના સફાઈ કામદારોએ ગઈ કાલે નવા કામદારો પર હુમલો સફાઈ કામદારોની દાદાગીરી ના વિરોધમાં આજે વેપારીઓએ રાણપુર સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વેપારીઓની માંગ છે કે તાત્કાલિક આ સમસ્યા નું નિરાકરણ આવે..
બોટાદ જિલ્લાનું રાણપુર શહેર કે જેની વસ્તી અંદાજીત 25 હજાર થી પણ વધારે છે અને ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી ના થર જોવા મળી રહ્યા છે ત્યારે ગામના સરપંચ દ્વારા ગામમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ગામના સફાઈ કામદારો દ્વારા છેલ્લા એક માસ થી જુદા જુદા પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતરી આવ્યા છે ત્યારે ગામના સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટ બેજ પર બીજા સફાઈ કામદારો લાવી ગામમાં સફાઈ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ગઈ કાલે જુના સફાઈ કામદારો દ્વારા નવા કોન્ટ્રાક્ટ બેજ પર આવેલ કામદારો પર હુમલો કર્યો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી ત્યારે સફાઇ કામદારોની દાદાગીરી ના વિરોધમાં આજે નગર વિકાસ સમિતિ દ્રારા રાણપુર બંધ નુ એલાન આપવામાં આવતા આજે રાણપુર શહેર સજ્જડ છોવા મળ્યુ હતુ. અને સમગ્ર ગામના વેપારીઓ,દુકાનદારો,લારી-ગલ્લા સહીત તમામ બજારો સજ્જડ બંધ રહી હતી અને સારો પ્રતિસાદ મળતા આજે રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું હતું.સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ ગોસુભા પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સફાઈ કામદારોની આ સમસ્યા છેલ્લા 30 વર્ષથી છે જ્યારે પણ નવા સરપંચ કોઈ પણ આવે આ લોકો દર વખતે આજ રીતે હડતાલ પર ઉતરે છે અને કંઈક કઈક નવા નુચકા કરી રહ્યા છે ત્યારે ગામલોકો પણ આ સફાઈ કામદારો થી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેના વિરોધમાં આજે રાણપુર શહેરના તમામ વેપારીઓએ સજ્જડ બંધના એલાન ને સમર્થન આપ્યુ હતુ.જ્યારે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે રાણપુર સજ્જડ બંધ રહ્યુ હતુ..
બોક્સ_____👇👇👇બનાવવુ
સફાઈ કામદારો નવા સરપંચ આવે એટલે હડતાલ ઉપર જઈને ગામને બાનમાં લે છે:-ગોસુભા પરમાર(સરપંચ ગ્રામ પંચાયત,રાણપુર)
આ અંગે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારે જણાવ્યુ હતુ કે લગભગ 40 વર્ષથી નવા સરપંચ આવે એટલે આ સફાઈ કામદારો હડતાલ ઉપર જાય છે અને ગામને બાનમાં લે છે. છેલ્લા એક મહીનાથી રાણપુર ગ્રામ પંચાયતના સફાઈ કામદારો હડતાલ પર છે જેના કારણે ઠેર-ઠેર ગંદકી અને ગટરના પાણી ઉભરાય છે એટલે અમે બહાર ગામથી કોંન્ટ્રાક્ટ ઉપર સફાઈ કામદારો બોલાવી સફાઈ કરાવતા હતા તે દરમ્યાન રાણપુરના સફાઈ કામદારો એ આવીન સફાઈ બંધ કરાવી છે તેના વિરૂધ્ધમાં તમામ વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વેપારીઓએ નારાજગી દર્શાવી છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220804-165007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *