Gujarat

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાઈલ્ડ લાઇન સર્વિસ “૧૦૯૮” દીવ દ્વારા   દિવના મ્યુનિસિપલ કોઉન્સિલ દીવ પ્રમુખ  હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખ  હરેશભાઇ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ  અમૃતાબેન બામણીયા સાથે  શુભેચ્છા મુલાકાત

   ગિરગઢડા
   ભરત ગંગદેવ.
જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાઈલ્ડલાઈન સર્વિસ દીવ, દ્વારા  દિવના મ્યુનિસિપલ કોઉન્સિલ દીવ પ્રમુખ  હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખ  હરેશભાઇ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમૃતાબેન બામણીયા તથા વણાકબારા સરપંચશ્રી મીનાક્ષીબેન સાથે મુલાકાત કરવમાં આવેલ જેમાં જીવનદીપ ટ્રસ્ટ(દિવ્યાંગ બાળકોની સંસ્થા) કોડીનાર ખાતે દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડીઓનું પ્રદર્શન કરી આ અંતઃકરણથી આપેલ આશીર્વાદ રૂપી રાખડી બાળકો દ્વારા બંધાવી તમામ મહાનુભવોને  શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમ પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી આરીફભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં આ અવસર પર ચાઈલ્ડના કો-ઓર્ડીનેટરશ્રી તનવીરભાઈ ચાવડા દ્વારા સંસ્થાનો પરિચય આપ્યો તથા સંસ્થાની કામગીરી વિશે માહિતી આપી જેમાં 1098 કૉલિંગ સર્વિસ છે.જે બાળકોના હિતો,અધિકારો તથા રક્ષણ કરતી સંસ્થા છે. આ સાથે દિવના મ્યુનિસિપલ કોઉન્સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઇ કાપડિયા ને ચાઈલ્ડ લાઇન ટિમ દ્વારા શુભેચ્છા પત્ર આપી  શુભેચ્છાઓ પાઠવી.જે  બદલ તમામ મહાનુભાવોએ ચાઈલ્ડલાઈન, દીવ
કો-ઓર્ડીનેટર, તનવીરભાઈ ચાવડા  ટિમ મેમ્બર, હર્ષા બેન શાહ અને વોલન્ટિયર કુલદીપભાઇ   ચૌહાણ, અંજનાબેન યાસીન આભાર માન્યો.

IMG-20220804-WA0570.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *