Gujarat

ગાંધીનગરના ઝુંડાલના ગોડાઉનમાં છતમાંથી પ્રવેશ્યા તસ્કરો કરી ચોરી

ગાંધીનગર
ગાંધીનગરના ઝુંડાલમાં આવેલા જાેશી ફાર્મ હાઉસમાં મિલ્ટન કંપનીની ઘરવખરીના ગોડાઉનમાં તસ્કરોએ છતનું પતરૂ ખોલીને અંદર પ્રવેશી લાઈવ સીસીટીવી કેમેરા બંધ કરીને ડ્રોવરમાંથી ૧૫ હજારની રોકડ ચોરીને નાસી ગયા હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે. ગાંધીનગરના ઝુંડાલમાં આવેલ મિલ્ટન કંપનીની ઘરવખરીના ગોડાઉનમાં તસ્કરોએ ચોરી કરવા માટે તાળા તોડવાની જગ્યાએ છતનું પતરૂ ખોલીને અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ઝુંડાલમાં રહેતા પ્રવીણભાઈ ગર્ગ અત્રે જાેશી ફાર્મમાં બનાવેલ ગોડાઉન ભાડે રાખી મિલ્ટન કંપનીની ઘરવખરીના સામાનનો વેપાર કરે છે. તા. ૧૬ મી જુલાઈના પ્રવિણભાઈ ગોડાઉન બંધ કરી ને ઘરે ગયા હતા. અને બીજા દિવસે ૧૭મી જુલાઈએ રજા હોવાથી તેઓ ગોડાઉન પર આવ્યા ન હતા. અને ઘરે જ રહ્યા હતા. ત્યારે ગોડાઉનમાં લગાડેલ સીસીટીવી કેમેરાનુ લાઇવ પ્રસારણ મોબાઇલમાં બંધ થઈ ગયું હોવાનું માલુમ પડયું હતું. જેનાં પગલે શંકા પડતાં પ્રવિણભાઈ ગોડાઉન પહોંચીને ગયા હતા. બાદમાં ગોડાઉનના કેમેરા ચેક કરતા તેમાં છેડછાડ કરવામાં આવી હોવાનું લાગ્યું હતું. જેથી ગોડાઉનનું શટર ખોલીને અંદર ઓફિસમાં તપાસ કરતાં બે અલગ અલગ ડ્રોવરમાં રાખેલા ૧૫ હજાર ચોરાઈ ગયા હતા. જેનાં પગલે રાત્રે આવતાં સિક્યુરિટી ગાર્ડ વીરમ ભાઈને બોલાવીને ગોડાઉનમાં ચારે દિશા ચેક કરતાં ખબર પડી હતી કે ગોડાઉનની ઉપરની પતરાની છત ખોલીને તસ્કરોએ અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *