Gujarat

સાગબારાના અમિયાર ગામે ટેમ્પોએ બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

નર્મદા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અમીયાર ગામના બસ સ્ટેન્ડ પાસે ટેમ્પો એ બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકનું મોત થતાં ટેમ્પો ચાલક અકસ્માત કરી નાસી છૂટયો હતો. સાગબારાના અમિયાર ગામના નિખિલ કિશનભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેની સાથેના ૬૪ વર્ષીય દેવજીભાઇ રાધુભાઇ વસાવા બંને બાઇક પર ગામની સીમમાં ખેતરે ગયા હતા. ખેતરેથી પરત તેમના ઘરે આવતા હતા તે વખતે અમિયાર નવીફળી ગામના બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર ડેડીયાપાડા તરફથી સાગબારા તરફ આવતા આઇસર ટેમ્પો આવતો હોય ટેમ્પાના ચાલક અનિલ શાલીવાન દેવરે રહે.હેન્દ્રણ, તા.જી. ધુલીયા ( મહારાષ્ટ્ર ) નાએ તેનો ટેમ્પો પુરઝડપે હંકારી દેવજીભાઇ ની મોટર સાયકલને પાછળથી અથાડી એકસીડન્ટ કરી તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમનું સ્થળ ઉપર મોત નિપજાવી ટેમ્પો સ્થળ ઉપરથી લઇ નાસી જતાં સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *