છોટા ઉદેયપુર
ભુમસવાડા ગામમાં યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે નગીનભાઈ રાઠવા, પ્રો વસંત રાઠવા, નરેન્દ્ર રાઠવા, નારણ રાઠવા, શનાભાઈ રાઠવા, રાજુ ભાઈ માસ્તર , સહિતના સામાજીક કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી વિશ્વ આદિવાસી દિવસ અને વર્તમાન સમયની પરિસ્થિતિ વિશે વાત મૂકી હતી. રાજ્યના છેવાડાનાં ભુમસવાડા ગામના લોકો પરંપરાગત વાજીંત્રો, વેશભૂષા માં રેલી યોજી એક ઉત્સવની જેમ ખરા અર્થમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.યુનાઈટેડ નેશન એટલે કે યુનો એ આદિવાસીની અસ્મિતા, આત્મસન્માન, સંસ્કૃતિ આદિવાસીની પરંપરા, આદિવાસીની ઓળખ, આદિવાસીઓની જીવન પ્રદ્ધતીઓ, જીવનમૂલ્યો, જીવન- દર્શન, હુન્નર- કૌશલ્ય, બોલી – ભાષા, ગીત- સંગીત સાથે કલા સંસ્કૃતિ, વાધ્યો, આદિવાસીનાં નૃત્યો એ બધું જૂના જમાનાની કહાની સમાન બની રહેશે. તેમ લાગતા યુનોએ ત્યારે સલામત રીતે ટકી નિરંતર ટકી રહે તેવા આશયથી યુનાટેડ નેશન દ્વારા વિશ્વ ૯ ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યું, જે અંગેની આદીવાસીઓમાં જાગૃતિ આવતાં છોટા ઉદેપુર જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ૧ લી ઓગસ્ટ થી ૯ ઓગષ્ટ સુધી વિશ્વ આદિવાસી દિવસ સપ્તાહ તરીકે ગામે ગામ ઉજવણી કરાઇ રહી છે. જેમાં કવાંટ તાલુકાના અતિ આંતરિયાળ એવાં ભૂમસવાડા ગામમાં પણ ધામધુમ પુર્વક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


