Gujarat

રાણપુરની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના યુવા  મહોત્સવમાં ભાગ લઈ તાલુકાનુ ગૌરવ વધાર્યુ

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાની મોડેલ સ્કુલના આચાર્ય કે.એન રાઠોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાનાં  યુવા  મહોત્સવમાં ભાગ લીધો હતો.જેમાં ચિત્ર સ્પર્ધામાં ગોહિલ આશા હરેશભાઈ પ્રથમ ક્રમે, એકપાત્રિય અભિનયમાં પરમાર ચેતના ગોવિંદભાઈ પ્રથમ ક્રમે ,સમૂહ ગીતમાં જમોડ પુરી મનસુખભાઈ ,બાવળિયા રીન્કલ રસાભાઈ ,ગોહિલ ભૂમિ અશ્વિનભાઈ, મેટાળીયા મલ્લિકા વિનોદભાઈ અને મકવાણા જયશ્રી લખમણભાઈના ગ્રુપે પ્રથમ ક્રમ મેળવ્યો હતો તેમજ લોકવાર્તામાં ભડાણીયા ઉષા અવસરભાઈ તૃતિય ક્રમે વિજેતા થયાં હતાં . કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ મિત્રો સહભાગી થયા હતા.આમ રાણપુરની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં ભાગ લઈ તાલુકાનુ ગૌરવ વધાર્યુ છે..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220810-WA0134.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *