Gujarat

પ્રાચી તીર્થ માં વૃક્ષ ધરસાઈ સદ્ નસીબે જાન હાનિ ટળી

હાર્દિક કાનાબાર પ્રાચી

પ્રાચી તીર્થ માં ગત રાત્રી થી જ મેઘો મંડાયો હતો આજ  સવારે 9 વાગ્યા આસપાસ ભારે વરસાદ અને પવન ફૂંકાતા પ્રાચી  થી માધવરાયજી મંદિર અને મહોબ્બતપરા  જતા રોડ પર મસ મોટું વૃક્ષ જમીન દોસ્ત થયુ હતું આ  રોડ પર  નાના મોટા વેપારી ઓ શાકભાજી ,ફ્રુટ ,તેમજ  લારી ગલ્લા રાખી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં એક ઠંડા પીણાં ની લારી  પર વૃક્ષ  પડતા લારી વૃક્ષ નીચે દબાઈ જતા લારી માં નુકસાન થયું હતું અને પ્રાચી થી મહોબ્બતપરા જતો રોડ એક કલાક બંધ રહ્યો હતો  જોકે સદ્ નસીબે કોઈ જાન હાનિ થઈ નથી આ ઘટના બનતા ગામલોકો એ જાતે વૃક્ષ ને કાપી એક કલાક ની જહેમત બાદ રોડ પર થી વૃક્ષ ને હટાવી રસ્તો ચાલુ  કરાયો હતો

IMG_20220811_091150_182.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *