રાણપુર પશુ દવાખાના અને રાણપુર પાંજરાપોળ દ્વારા રસી ઉપલબ્ધ કરવામાં આવી..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પશુ સેવા ગ્રુપ દ્વારા લમ્પી વાયરસને લઈને રાણપુરમાં રખડતા પશુ ને રસીકરણ કરવામાં આવ્યુ.લમ્પી નામનો વાઇરસ પશુ માં હાહાકાર મચાવી રહીયો છે જેમાં ગાય,વાછરડા ખૂંટ ને લમ્પી વાઇરસ ભયાનક બીમારીમા ધકેલી રહ્યો છે અને તે લમ્પી વાઇરસથી અનેક પશુના મૃત્યુ થઇ રહ્યા છે આવી પરિસ્થિતિમા પશુ ને ચેપી મહારોગ થી બચાવવા અને અબોલ જીવ આ વાઇરસ થી બચી જાય તે માટે રાણપુર શહેરમાં પશુ સેવા ગૃપ દ્વારા રાણપુર ગામમાં રખડતા 430 થી પણ વધારે પશુને રસીકરણ કરવામાં આવ્યુ હતુ. તેમાં રાણપુર પશુ દવાખાના અને રાણપુર પાંજરાપોળ દ્વારા રસી ઉપલબ્ધ કરવામાં આવી હતી અને રાણપુર પશુ સેવા ગ્રુપના સભ્યો દ્વારા એક એક પશુને પકડી પકડી જીવ ના જોખમે રસીકરણ કરવામાં આવ્યું અને ખરેખર આવી પરિસ્થિતિમાં અબોલ જીવની વેદના કોણ સમજે ત્યારે રાણપુર પશુ સેવા ગ્રુપ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી.પશુ સેવા ગૃપ વર્ષોથી રાણપુર શહેરમાં રખડતા પશુઓની નિશ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે ત્યારે રાણપુર શહેરમાં રખડતા 430 કરતા વધુ પશુઓને લમ્પી વાયરસ સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી હતા.જ્યારે પશુ સેવા ગૃપ ના સભ્યોએ એક નંબર જાહેર કર્યો છે કે રાણપુર મા કોય પણ જગ્યાએ રખડતાં પશુ બીમાર હોય કે વાગેલુ હોય તો રાણપુર પશુ સેવા ગ્રુપ નો સંપર્ક કરો મો:9974278305 આ નંબર ઉપર ફોન કરો એટલે પશુ સેવા ગૃપના સભ્યો તાત્કાલિક જે તે જગ્યા પહોચી અબોલ પશુઓની સેવા કરશે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


