નવીદિલ્હી
૧૫ ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીવનરક્ષક દવાઓની કિંમતોને લઈને મોટી જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં જરૂરી અને લાંબી સારવારમાં ઉપયોગ થનારી દવાઓના ભાવને લઈને મોટી જાહેરાત કરશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લાની પ્રાચીરથી આ ૯મું ભાષણ હશે. તેમણે પહેલીવાર વર્ષ ૨૦૧૪મા લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. જાણકારી પ્રમામે જરૂરી દવાનું લિસ્ટ એટલે કે દ્ગઈન્સ્ માં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. અત્યાર સુધી આ લિસ્ટમાં ૩૫૫ દવાઓ છે, સાથે સરકાર કંપનીોના માર્જિન પર ઝ્રછઁ લગાવી શકે છે. આમ થવાની સ્થિતિમાં દવાઓના ભાવ ૭૦ ટકા સુધી ઘટી જશે. સરકાર તેને તબક્કાવાર લાગૂ કરી શકે છે. આ સિવાય પીએમ મોદી મેડિકલ ટૂરિઝ્મ વધારવા માટે નવી યોજનાની જાહેરાત કરી શકે છે. પીએમ મોદી પોતાના ભાષણમાં દેશમાં મેડિકલ ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા અને ભારતની આયુર્વેદિક તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને અર્થવ્યવસ્થાના વિકાસનું મહત્વનું પાસું માનલા કેટલીક નવી જાહેરાત કરી શકે છે. સૂત્રો પ્રમાણે આ ૐીટ્ઠઙ્મ ૈહ ૈંહઙ્ઘૈટ્ઠ, ૐીટ્ઠઙ્મ મ્અ ૈંહઙ્ઘૈટ્ઠ ની થીમ પર હોઈ શકે છે. જેમાં સમગ્ર આર્થિક વિકાસનું માળખુ તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી અનાજ, તેલીબિયાં સહિત કૃષિ ક્ષેત્રમાં આર્ત્મનિભર બનવાનો રોડમેપ જાહેર કરી શકે છે. પીએમ મોદી રાજ્યોની સાથે મળી તેની આયાત ઘટાડવા, ઉત્પાદન વધારવા માટે આહ્વાન કરશે. સંભવ છે કે તે માટે બજેટમાં અલગથી જાેગવાઈ કરવામાં આવે. આ યોજનાને નવું નામ આપવામાં આવી શકે છે. પીએમ મોદી ડિજિટલ ઈન્ડિયાના લક્ષ્યને પૂરુ કરવા માટે કનેક્ટિવિટી અને ૫જી ટેક્નોલોજીના વિકાસ પર પણ બોલશે. પીએમ મોદી લાલ કિલ્લા પરથી ૫જીનો પ્રથમ કોલ પણ કરી શકે છે.


