*રાષ્ટ્રધ્વજ લેનારે ધ્વજ ની મર્યાદા અને ધ્વજ ને લગાવાની રીત તથા સાર સંભાળ ખુબ જ સન્માન પૂર્વક કરવી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ભાજપા મંડળ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માટે રાષ્ટ્રધ્વજ વિના મૂલ્ય ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા અંબાજી ગામની રાષ્ટ્રપ્રેમી જનતા મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ લેવા માટે ઉમટી પડી હતી અને રાષ્ટ્રનિર્માણ નિધી ગામજનો દ્વારા યથાશક્તિ સમર્પણ કરવામાં આવી હતી તમામ અંબાજી ગામ જનો વેપારી વર્ગ અને નાના ભૂલકાઓ પણ રાષ્ટ્રધ્વજ તેમના માતા-પિતા સાથે લેવા આવ્યા હતા અંબાજી ભાજપા મંડળ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે રાષ્ટ્રધ્વજ લેનારે ધ્વજ ની મર્યાદા,તેને લગાવાની રીત તેની સાર સંભાળ ખુબ જ આદર ભાવ સન્માન પૂર્વક રાખવી અંબાજી ભાજપા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંબાજીના પ્રત્યેક ઘર દીઠ એક રાષ્ટ્રધ્વજ પહોંચાડવા નો પ્રયત્ન અંબાજી ભાજપા મંડળ નો રહેશે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*
